શિયાળામાં લીલા ચણા માર્કેટમાં આવી જતા હોય છે અને લોકો અવનવી રેસીપી બનાવતા હોય છે, ત્યારે તમે જો લીલા ચણાની કઈક અલગ રેસીપી અજમાવવા માંગતા હોવ તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો.
લીલા ચણા,ચણાનો લોટ,લીલા મરચાં,છાસ,મીઠું,ચીલી ફ્લેક્સ,તેલ,કોથમરી.
સૌ પ્રથમ લીલા ચણા,લીલા મરચાં,ચણાના લોટ અને એક વાટકી છાસ મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે બેટરને એક બાઉલમાં કાઢી લો અને તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરીને તેના પર બેટર રેડીને વર્તુળ આકારમાં ફેલાવો.
હવે તેના પર ચીલી ફ્લેક્સ અને તેલ લગાવીને શેકી લો.
હવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને શર્વિશીંગ ડિશમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.