તમે ઘણી પ્રકારની દાળ તો બનાવી હશે પરંતુ શું તમે ચણા દાળ તડકાને ઢાબા સ્ટાઈલમાં ટ્રાય કર્યો છે? ચાલો જાણીએ તેની પરફેક્ટ રેસીપી.
ચણાની દાળ- 1 કપ, ટામેટા - 2 સમારેલા, ડુંગળી - 1 સમારેલી, લીલા મરચા - 3-4 સમારેલા, તેલ અથવા ઘી - 2-3 ચમચી, લીલા ધાણા - 2-3 ચમચી હીંગ - 1 ચપટી, જીરું - 1 ચમચી, હળદર પાવડર - અડધી ચમચી, લાલ મરચું પાવડર - અડધી ચમચી, ગરમ મસાલો- ચમચી, ધાણા પાવડર - 1 ચમચી, આદુની પેસ્ટ - અડધી ચમચી, સ્વાદ મુજબ મીઠું.
સૌ પ્રથમ ચણાની દાળને પાણીમાં પલાળી દો અને 3-4 કલાક પછી તેને કૂકરમાં મૂકી, જરૂર મુજબ પાણી નાખો મીઠું અને હળદર પણ ઉમેરીને 1-2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો અને પછી તેમાં જીરું નાખીને વઘારો ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખો.
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં સહિત તમામ મસાલા જેમ કે ધાણા પાવડર, મીઠું, લાલ મરચું પાવડર વગેરે ઉમેરો અને મિક્સ કરો.
જ્યારે ટામેટાં અને ડુંગળી સારી રીતે પાકી જાય ત્યારે તેમાં બાફેલી દાળ નાખીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ઉમેરી મધ્યમ તાપ પર 4-5 મિનિટ સુધી ઢાંકીને પકાવો.
હવે તમારી સ્વાદિષ્ટ ચણા દાળ તડકા તૈયાર છે તેમાં ઉપર લીલી કોથમીરથી ગાર્નિશ કરીને તમે ભાત, પુલાવ, નાન વગેરે સાથે સર્વ કરી શકો છો.
તમે પણ ઘરે ચણાની દાળ તડકા બનાવી શકો છો, રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.