નવરાત્રીના 9 દિવસ વ્રત કરતાં સમયે ડાયેટનું ધ્યાન ના રાખવા પર શરીર કમજોરી પડી શકે છે. આ કારણે જ 2-3 કલાકના અતંરે ફળ, જ્યૂસ અને પાણીનું સેવન કરતાં રહેવું જોઇએ.
વ્રત દરમિયાન વધુ કસરત ના કરો. હેવી વર્કઆઉટ કરવાથી શરીરની એનર્જી ખતમ થઇ શકે છે. આ કારણે ચક્કર અને થાક લાગી શકે છે. આમાં નોર્મલ વોક કરો અને મેડિટેટ કરી શકો છો.
કોઇ પણ કારણોસર જો વ્રત દરમિયાન તમને કમજોરી અનુભવાતી હોય તો લીંબુ પાણીનું સેવન કરો. એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર લીંબુ પાણી બોડીમાં એનર્જી અને ઈમ્યૂનિટીને બુસ્ટ કરે છે.
વ્રત રાખવાના કારણે શરીરમાં રોજ કરતાં એનર્જી ઓછી રહે છે. આ કારણે સમય પર આરામ કરતાં રહો. પાવર નેપ લેવાથી બોડી ડિટોક્સમાં પણ મદદ મળે છે. આનાથી કમજોરી ફીલ ઓછી થાય છે.
વ્રત દરમિયાન હાઇડ્રેટે રહેવાથી શરીરને ઘણાં ફાયદા મળે છે. એટલે જ ડિટોક્સ વોટર, નારિયળ પાણી, છાસ અને પાણી પીતા રહો. જેનાથી ટોક્સિન્સ સાફ થવાની સાથે શરીરને એનર્જી પણ મળશે.
ઘણાં લોકો વ્રત દરમિયાન ઓઇલી, ફ્રાઇ અને શુગર ફૂડનું સેવન વધુ કરે છે. આ ફૂડથી શરીરમાં પોષકતત્ત્વોની ઉણપ આવી શકે છે. આ કારણે હેલ્ધી ફૂડ્સ જેમ કે મખાના, ડ્રાઇ ફ્રૂટ્સ અને ફળોનું સેવન કરો.