પ્રેગનેન્સીમાં મોસંબીનો જ્યૂસ પીવાના ફાયદા


By hariom sharma22, Mar 2023 03:28 PMgujaratijagran.com

મોસંબીના પોષકતત્ત્વ

- વિટામિન સી - પોટેશિયમ - ફાયબર - કેલ્શિયમ - વિટામિન એ

ઈમ્યૂનિટી વધારશે

પ્રેગનેન્સી દરમિયાન ઇમ્યૂનિટી મજબૂત રહેવી જોઇએ, આનાથી સંક્રમણની સંભાવના ઓછી રહે છે. મોસંબીના રસમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે ઈમ્યૂનિટી વધારીને બીમારીઓનું જોખમ ઘટાડે છે.

પાચનતંત્ર માટે

પ્રેગનેન્સી દરમિયાન મોસંબીનો જ્યૂસ પીવાથી પાચનતંત્ર સુધરે છે. આમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જે ગેસ, અપચો, પેટ ફૂલવું અને મળત્યાગ વખતે જોર લગાવવાની સમસ્યા પણ ઘટે છે.

શરીરને હાઇડ્રેટ રાખે છે

આ સમય દરમિયાન મહિલાઓમાં પાણીની ઉપણ સર્જાય છે. મોસંબી હાઇ વોટર કન્ટેન્ટ ફ્રૂટ છે, જે શરીરને હાઇડ્રેટ રાખીને પાણીને પૂરું પાડે છે. ડીહાઇડ્રેશન થવા પર તમે આને પી શકો છો.

બાળક માટે ફાયદાકારક

મોસંબીના જ્યૂસનું સેવન કરવાથી માતા જ નહીં, પરંતુ બાળક માટે પણ ફાયદાકારક છે. આ જ્યૂસમાં રહેલા પોષકતત્ત્વો બાળકોના હાડકા અને તેમના શારીરિક વિકાસમાં મદદ કરે છે.

બ્લડ સર્ક્યુલેશન સુધારશે

પ્રેગનેન્સી દરમિયાન સારી રીતે બ્લડ સર્ક્યુલેશન ન થવા પર પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. એવામાં મોસંબીનો જ્યૂસ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જે ત્વચાની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

બાળકોની હાઇટ વધારવા માટે શું કરશો?