ઠંડીમા શરીરમા થાક અને સુસ્તી જોવા મળતી હોય છે. ક્યારેક સુસ્તીના કારણે કામમા પણ મન લાગતુ નથી, પરંતુ શરીરમા જોવા મળતી સુસ્તી ઘણી ગંભીર બીમારીઓના સંકેત હોય શકે છે. ચલો જાણીએ આ બીમારીઓ વિશે.
સાઈકોલોજિસ્ટ દીપાલી બેદીના પ્રમાણે શરીરમા જોવા મળતી સુસ્તી ઘણી બીમારીઓના શરુઆતી લક્ષણ હોય શકે છે. એવામા જો શરીરમા સામાન્ય કરતા વધારે સુસ્તી જોવા મળે છે તો તરત જ ડોક્ટર પાસે જાઓ.
ડાયાબિટીસ થવા પર શરીરમા ગ્લૂકોઝની માત્રા વધવા લાગે છે, જેના કારણ શરીરમા સુસ્તી આવવા લાગે છે. આ દરમિયાન શરીરમા કમજોરીનો અનુભવ થાય છે.
શરીરમા સુસ્તી આવી જવી એ હાર્ટનુ અસ્વસ્થ હોવાનુ લક્ષણ હોય શકે છે. હાર્ટને પૂરતી માત્રા ઓક્સિજન ન મળતા શરીર સુસ્ત થવા લાગે છે.
શરીરમા જોવા મળતી સુસ્તી થાઈરોઈડનુ લક્ષણ હોય શકે છે. થાઈરોઈડમા શરીરના અંગો યોગ્ય રીતે કામ કરતા નથી, જેના કારણે શરીરને સુસ્તી અનુભવાય છે.
એનિમિયામા શરીરમા લોહીની ઉણપ સર્જાય છે. જેના કારણે પણ શરીરમા સુસ્તી આવી શકે છે. એવામા એનિમયાની સમસ્યા દૂર કરવા ડાયટમા પાલક, ખજૂર, દાડમ જેવા ફળોને સામેલ કરો.
શરીરમા સુસ્તીનો અનુભવ થવો તે ક્યારેક કેંસર જેવી સમસ્યાનો પણ સંકેત હોય શકે છે. કેંસરની સમસ્યામા શરીરમા સુસ્તી તથા હલન ચલનમા પણ મુશ્કેલી આવે છે.