પેટમાં એસિડીટીની સમસ્યા થવાના કારણે પણ ખાધા બાદ તરત જ ઊલટી થઈ શકે છે. જ્યારે અનેક વખત ખોટા ફૂડ્સનું સેવન કરવાના કારણે પણ ખાધા બાદ વૉમિટ થઈ શકે છે.
ખાવાનું ખાઈ લીધા પછી તરત ઊલટી આવવાનું કારણ કમળો પણ હોઈ શકે છે. કમળામાં પાચન શક્તિ નબળી પડી જવાથી ઊલટી થઈ શકે છે. આથી ઊલટી થવા સાથે શરીરમાં પીળાશ દેખાય તો ટેસ્ટ કરાવવો જોઈએ.
જો તમારા પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હોય, તો તમને ખાધા બાદ તરત ઊલટી થઈ શકે છે. સંક્રમણના કારણે ઊલટી આવવા સાથે પેટમાં દુખાવો પણ થાય છે.
ખાધાના તરત બાદ ઊલટી આવવાનું કારણ પેટમાં અલ્સર પણ હોઈ શકે છે. પેટમાં ચાંદા પડવાના કારણે પણ તમને ખાઈ લીધા પછી તરત જ વૉમિટની સમસ્યા થઈ શકે છે.
લિવરમાં ખરાબીના કારણે પણ ખાધા પછી તરત જ ઊલટી થઈ શકે છે. આથી જો તમને વારંવાર આવી સમસ્યા રહે, તો તેને નજરઅંદાજ કર્યાં વિના તબીબની સલાહ લેવી જોઈએ.