રાતના સૂતા પહેલા નિયમિત ગોળ ખાવ, આ ચમત્કારિક ફાયદા થશે
By Sanket M Parekh2023-05-04, 16:06 ISTgujaratijagran.com
ગાઢ ઊંઘ માટે
અનિન્દ્રા એટલે કે ઊંઘ ના આવવાની સમસ્યા થવા પર તમે ગોળનું સેવન કરી શકો છો, જે ફાયદાકારક છે. રાતે સૂતા પહેલા દૂધની સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ વધે છે, જેથી ગાઢ ઊંઘ આવે છે.
ઈમ્યૂનિટી વધારે છે
નબળી ઈમ્યૂનિટી વાળા માટે રોજ રાતે સૂતા પહેલા ગોળનું સેવન લાભદાયી છે. શેરડીમાંથી બનતો હોવાના કારણે ગોળમાં રહેલ વિટામિન સી ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
એનીમિયામાં ફાયદાકારક
શરીરમાં એનીમિયા એટલે કે લોહીની ઉણપ થવા પર નિયમિત રાતે સૂતા પહેલા ગોળ ખાવાથી ફાયદો થઈ શકે છે. ગોળમાં રહેલ આયરન બૉડીમાં રેડ બ્લડ સેલ્સ વધારવામાં મદદ કરે છે. જેથી લોહીની ઉણપ દૂર થાય છે.
બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત
ગોળ પોટેશિયમથી ભરપુર હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં દરરોજ રાતે સૂતા પહેલા ગોળનું સેવન કરવાથી બી.પી. કંટ્રોલમાં રહે છે.
સ્કિન માટે ફાયદેમંદ
રોજ રાતે સૂતા પહેલા ગોળનું સેવન કરવું સ્કિન માટે ફાયદેમંદ છે. ગોળમાં રહેલા એન્ટી ઑક્સીડન્ટ અને એન્ટી માઈક્રોબૉયલ ગુણ સ્કિન સબંધી અનેક સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.