શરીરમાં આયોડિનની કમી થવાથી અન્ય રોગની સાથે-સાથે થાઈરોઈડની પણ સમસ્યા થઈ શકે છે. આયોડિનની ઉણપથી થાઈરોઈડ ગ્લેન્ડ થાઈરોઈડ હોર્મોન્સનું ઉત્પાદન ઓછું કરે છે. જેને અંડરએક્ટિવ થાઈરોઈડ કહે છે.
થાઈરોઈડ ગ્લેન્ડસના ફંક્શનને અસર થવાથી થાઈરોઈડ થઈ શકે છે. જેમાં અનેક વખત થાઈરોઈડ ગ્લેન્ડ્સ વધારે કે ઓછા હોર્મોન્સ બનાવે છે. જે થાઈરોઈડનું કારણ બની શકે છે.
સ્મોકિંગ હાર્ટ અને લિવરની સમસ્યાની સાથે-સાથે થાઈરોઈડનું પણ કારણ બની શકે છે. જેમાં મળનારા નિકોટિન હૉર્મોન્સને અસર કરી શકે છે. જેનાથી થાઈરોઈડ થઈ શકે છે.
સ્ટ્રેસ લેવો થાઈરોઈડનું કારણ બની શકે છે. જો કે સ્ટ્રેસ લેવાથી થાઈરોઈડની સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે. જો તમે પહેલાથી જ પીડિત હોવ, તો એવામાં તેના લક્ષણો વધી શકે છે.
અનેક વખત થાઈરોઈડ વારસાગત કારણોસર થાય છે. જો તમારા પરિવારમાં કોઈ આ સમસ્યાથી પીડિત છે, તો સંભવ છે કે, તમે પણ થાઈરોઈડના શિકાર થઈ શકે છે.