એમિનો એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થિયામિન, વિટામિન્સ, ફાઈબર અને કાર્બ્સ
પિસ્તાનું સેવન કરવાથી શરીરમાં ડોપામાઈન હોર્મોન વધી શકે છે. આ ડ્રાઈ ફ્રૂટમાં વિટામિન-B6 મળી આવે છે. જે ડોપામાઈન વધારી શકે છે. પિસ્તા ખાવાથી મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે.
જો તમે તમારા હાડકાંને મજબૂત બનાવવા માંગતા હોવ, તો પિસ્તાનું સેવન કરો. કેલ્શિયમથી ભરપુર પિસ્તા હાડકા મજબૂત કરે છે. આથી સવારે ખાલી પેટ પિસ્તા ખાવાથી ફાયદો થશે.
વિટામિન-A જેવા પોષક તત્વોથી ભરપુર પિસ્તા તમારી આંખો માટે ફાયદાકારક છે. રોજ સવારે ખાલી પેટે પિસ્તાનું સેવન આંખની રોશની માટે સારુ મનાય છે.
પ્રેગ્નેન્સીમાં ખુદને તેમજ બેબીને હેલ્ધી રાખવા માટે પિસ્તાનું સેવન કરો. કેલ્શિયમ અને પ્રોટિનથી ભરપુર પિસ્તા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
પિસ્તાનું સેવન બૉડીમાં ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આથી બૉડીને હેલ્ધી રાખવા તેમજ બીમારીઓથી દૂર રાખવા દરરોજ 3-4 પિસ્તાનું સેવન કરવું જોઈએ.