વારંવાર પેશાબ આવવી ડાયાબિટીસનું સામાન્ય લક્ષણ છે. આવી સ્થિતિમાં શરીર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને બચેલો ગ્લુકોઝ પેશાબ વાટે બહાર નીકાળે છે. જેના કારણે આ સમસ્યા સર્જાય છે
ઘણી વખત બેક્ટેરિયા યુરિનરી સિસ્ટમ સુધી પહોંચીને સંક્રમણ પેદા કરી શકે છે. જેના કારણે રાતે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. સંક્રમણને ગંભીરતાથી લો, નહીંતર શરીરના અન્ય ભાગોમાં પણ ઈન્ફેક્શન થઈ શકે છે.
સ્ટ્રેસ લેવાના કારણે શરીરમાં ખૂબ જ ફેરફાર થાય છે. આવી સ્થિતિમાં હૉર્મોન્સના સ્તરમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. જેના કારણે વારંવાર પેશાબ કરવા જવું પડે છે.
કિડની ઈન્ફેક્શન અથવા બ્લેડરમાં થતી સમસ્યાના કારણે પેશાબ કરવામાં બળતરા થાય છે. આ સાથે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા સર્જાય છે.
વારંવાર પેશાબ આવવાથી કેન્સરનો પણ ખતરો હોઈ શકે છે. હકીકતમાં બ્લેડરમાં કેન્સર થવા પર સામાન્યની સરખામણીમાં વધારે પેશાબ આવવો અથવા પેશાબમાં લોહી પડવા જેવી સમસ્યા સર્જાય છે.