By Hariom Sharma2023-05-22, 17:03 ISTgujaratijagran.com
તાપમાનના કારણે
રાત્રે સૂતા સમયે આપણે ગરમ અને આરામદાયક વાતાવરણમાં ઊંઘીએ છીએ, પરંતુ અચાનક આંખ ખૂલી જતાં આપણે ઠંડા વાતાવરણના સંપર્કમાં આવીએ છીએ. આ કારણે પણ છીંક આવી શકે છે.
છીંકને ટ્રીગર કરે છે આ કારણ
છીંકને ટ્રીગર કરવાનું એક કારણ ફોટોનિક સ્નિઝ રિફ્લેક્સ પણ છે. આ કન્ડિશનમાં પ્રકાશ અથવા તડકાના સંપર્કમાં આવવાના કારણે પણ છીંકો આવવા લાગે છે.
કેમ આવે છે છીંક
એસી રૂમમાં ઊંઘવાથી શુષ્ક હવાના સંપર્કમાં આવવાથી નાક સૂકાવા લાગે છે તેના કારણે પણ છીંકો આવવા લાગે છે.
સવારે કેમ છીંક આવે છે?
રાતે સૂતા સમયે ધૂળના કણ, પ્રદૂષણ વગેરે ફંગલ સ્પોર્સ ઘણાં એલર્જીના સંપર્કમાં આવે છે. આને બહાર કાઢવા માટે પણ સવારે છીંકો આવે છે.
આ કારણે આવે છે છીંક
સવાર-સવારમાં માટી કે ધૂળના સંપર્કમાં આવવાથી પણ છીંકો આવી શકે છે. છીંકનો ઉપયોગ શરીર, નાક સાફ કરવા માટે પણ કરવામાં આવે છે.
છીંક આવવાના મુખ્ય કારણ
જો આપણને છીંક આવી રહી છે તો તેનો અર્થ છે કે વાયુમાર્ગમાં માટીના કણ, ધૂમાડાના કણ નાક અથવા નાકની પાછળ નાસોફરીનક્સ એરિયામાં રહેલા છે.
છીંકથી કેવી રીતે બચવું?
એસી અથવા પંખો બંધ કરીને અથવા નાકને ઢાંકીને અને ઉઠતા સમયે અચાનક ઠંડીના સંપર્કમાં આવવાથી બચો.