સામાન્ય રીતે ઠંડીની શરુઆત થતાની સાથે ઘણા લોકોને વારંવાર પેશાબ આવવાની સમસ્યા થાય છે, પરંતુ જો આ સમસ્યા સામાન્ય કરતા વધુ પ્રમાણમા જોવા મળે છે તો તેના અન્ય કારણો પણ હોય શકે છે. ચલો જાણીએ તે કારણો વિશે.
ઠંડીમા તાપમાન ઓછુ હોવાના કારણે બ્લડ વિસલ્સ સંકોચાય જાય છે. તેના કારણે કિડનીનુ કાર્ય વધી જાય છે. બ્લડ સર્કુલેશન વધવાના કારણે કિડનીને પણ વધારે બ્લડ ફિલ્ટર કરવુ પડે છે.
શરીમા વિટામિન ડીની ઉણપના કારણે પણ વારંવાર પેશાબ આવી શકે છે. ઠંડીમા તડકો પણ ઓછો જોવા મળે છે, જેના કારણે વિટામિન ડી શરીરને મળતુ નથી. વિટામિન ડી માટે તમે ડાયટમા બદલાવ કરી શકો છે.
ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પેશાબ આવે છે. આ સમસ્યા ઠંડીમા વધી જાય છે. જેથી ડાયટમા બદલાવ કરીને તમે શુગરને કંટ્રોલ કરી શકો છો.
ગર્ભવસ્થામા ગર્ભાશયનો આકાર વધવાના કારણે બ્લૈડર પર દબાવ પડે છે. તેના કારણે વધારે પેશાબ આવે છે.