ગળામાં કફ થવાના કારણો


By hariom sharma18, Mar 2023 03:11 PMgujaratijagran.com

અસ્થમા

અસ્થમામાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતી ભારે લાગવાની સાથે ગળામાં કફ પણ બની શકે છે. આવી સમસ્યા થવા પર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

તાવ

તાવ આવવા પર શરીરમાં દુખાવો થાક થવાની સાથે ગળામાં કફ થવો જેવી સમસ્યા પણ થઇ શકે છે. જો લાંબા સમય સુધી તાવ આવતો હોય તો તેની અવગણના ના કરો.

ફેફસાને લગતી સમસ્યા

ફેફસામાં થતી સમસ્યા જેવી કે ક્રોનિક બ્રોકાઇટિસ અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ થવા પર શ્વાસ લેવામાં તકલીફ થાય છે, સાથે સાથે કફ થવાની પણ સમસ્યા થઇ શકે છે.

સ્મોકિંગ

સ્મોકિંગ કરવાથી સિગારેટમાં રહેલા હાનિકારક તત્ત્વ ફેફસામાં જઇને મ્યૂકસ અથવા તો કફ એક્ઠો કરી શકે છે. લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી કફની સમસ્યા જોવા મળે છે.

ઇન્ફેક્શન

ઇન્ફેક્શન જેમ કે બ્રોન્કાઇટિસ અથવા તો નિમોનિયા થવા પર એયરવેસ દ્વારા મ્યૂક્સનું ઉત્પાદન વધી જાય છે. જેનાથી ગળામાં કફ જમા થોવ જેવી સમસ્યા થઇ શકે છે.

આ 4 ફૂડનું સેવન ઉનાળામાં H3N2 વાયરસથી બચાવશે