ફેફસામાં પાણી ભરાવાનું કારણ


By Hariom Sharma18, Aug 2023 08:09 PMgujaratijagran.com

ફેફસામાં પાણી ભરાવવું એ પણ એક સમસ્યા છે, જે પલ્મોનરી એડિસાના નામથી પણ ઓળખાય છે. આની લાંબા સમસ સુધી અવગણના કરવાથી પાણી ફેફસાની નળીઓ સુધી પણ પહોંચી જાય છે. આવો જાણીએ ફેફસામાં પાણી ભરવાના કેટલાક કારણો વિશે.

કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર

કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયની સ્થિતિમાં હાર્ટ સામાન્ય રીતે બ્લડ ફ્લો કરવામાં અસમર્થ હોય છે. જેનાથી ફેફસાની રક્ત કોશિકાઓ પર દબાણ પડે છે અને ફ્લડ એટલે કે પાણી જમા થવા લાગે છે.

શરીરના અંગોમાં સમસ્યા

શરીરના કોઇ અંગમાં સમસ્યા થવી અથવા તો અંગ કામ કરતું બંધ થઇ જાય તો આ પણ ફેફસામાં પાણી ભરાવાની સમસ્યા હોઇ શકે છે. આવું થવા પર મોડું કર્યાં વગર લીવરનો ટેસ્ટ કરાવો.

કિડની ડેમેજ

કિડની ડેમેજ થવાની સ્થિતિમાં શરીરના અંગ જેવા કે હાથ, પગ વગેરેમાં સોજા આવવાની સાથે ફેફસામાં પાણી ભરાવવું એટલે કે પલ્મોનરી એડિમા જેવી સમસ્યા થઇ શકે છે.

નિમોનિયા

નિમોનિયા થવા પર ફેફસામાં ઇન્ફેક્શન થવાની આશંકા રહે છે, જેનાથી ફેફસામાં પાણી ભરાવવાની સમસ્યા થઇ શકે છે. આ માટે નિમોનિયાની અવગણના ના કરો.

હાર્ટને લગતી સમસ્યા

હાર્ટને લગતી સમસ્યાત જેવી કે ધમનીઓનું સંકોચાવું, હાર્ટ વાલ્વ ડેમેજ થવો અથવા તો બ્લડ ફ્લોની સમસ્યા થવી જેવા કારણો ફેફસામાં પાણી ભરાવાના સંકેતો છે.

ફેફસાની સમસ્યા

ઘણી વાર ફેફસાની સમસ્યા જેવી કે ફેફસામાં ઇન્ફેક્શન, લીવર સિરોસિસ અથવા તો આને લગતી અન્ય કોઇ સમસ્યા પણ ફેફસામાં પાણી ભરાવવાનું કારણ હોઇ શકે છે.

40ની ઉંમરમાં 25 જેટલા યંગ દેખાવા માટે રોજ કરો ચહેરાની આ કસરત