100 ગ્રામ ફુલાવર ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. આ સાથે જ તેમાં મળી આવતા ફ્લેવોનૉઈડ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ શરીરમાં કોલેસ્ટ્રોલ જમા નથી થવા દેતા. હાર્ટ માટે ફુલાવરને પાણીમાં બાફવાની જગ્યાએ કાચુ શેકીને ખાવી જોઈએ.
ફુલાવરમાં મળી આવનાર એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ સાથે ફુલાવર ખાવાથી શરીરમાં વિટામિન-સીની કમી પૂરી થાય છે.
ફુલાવર ફાઈબરનો સારો સ્ત્રોત મનાય છે. જેને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ તે ડાઈઝેશન સિસ્ટમને પણ સુધારે છે.
શિયાળામાં શરદી થવી સામાન્ય છે. એવામાં ફુલાવરમાં રહેલ વિટામિન-સી આ સિઝનલ ફ્લૂને દૂર કરે છે. નાસ્તામાં ફુલાવર ખાવાથી શરીરને એનર્જી મળે છે.
ફુલાવર સ્કિન માટે ફાયદેમંદ છે. જેનાથી કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. જેનાથી ચહેરો ગ્લો કરે છે.
ફુલાવરમાં કોલિનનું પ્રમાણ વધારે હોય છે. જે મગજને હેલ્ધી રાખવાની સાથે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.