Kaju Katli Recipe: કાજુ કતરી બનાવવાની રીત


By Vanraj Dabhi22, Aug 2024 12:43 PMgujaratijagran.com

કાજુ કતરી

કાજુ કતરી એક મીઠાઈ છે જે દરેક લોકોને ખાવી ગમે છે, ચાલો જાણીએ કાજુ કતરીની પરફેક્ટ રીત.

સામગ્રી

કાજુ, ખાંડ, ઘી, ચાંદીનો વરખ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ કાજુને મિક્સરમાં નાખીને ક્રશ કરી લો પછી તેને એક ચારણીથી ચાળી લો

સ્ટેપ-2

હવે ગેસ ઉપર કડાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી જ ઉમેરવું અને બે તારની ચાસણી આવે ત્યાં સુધી ઉકાળો.

સ્ટેપ-3

હવે તેમાં કાજુનો ભૂકો ઉમેરી એકદમ સરસ હલાવતા રહીને તેને પાંચ મિનિટ સુધી ગેસ પર પકાવી લો

સ્ટેપ-4

હવે એક પ્લાસ્ટિક રેપર લઈ તેની ઉપર આ કાજુ સ્ટફિંગ રાખી ઉપરથી બીજુ રેપરમાં સહેજ ઘી વાળો હાથ લગાવી અને તેને રોટલીની જેમ વણી લો પછી તેને ઉપર ચાંદીનો વરખ લગાવી ચપ્પુથી કટ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કાજુ કતરી તમે તેને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarat Na Mela List : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભરાતા પ્રખ્યાત મેળાઓનું લીસ્ટ