મેળા ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે . ગુજરાત તેના વારસા, લોકજીવન, ઉત્સવો અને અને મેળાઓ અને ભાતીગળ ઉજવણીઓ માટે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે.
સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ચોથ-પાંચમ-છઠ આમ ત્રણ દિવસ સુધી આ મેળો ચાલે છે.
ભાદરવી પૂનમના દિવસે અંબાજી ખાતે મેળાનું આયોજન થાય છે, આ મેળાની ગણાના ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં થાય છે.
સાતમ-આઠમ દરમિયાન 5 દિવસ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક મેળો યોજાય છે.
પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ આ સ્થળે આ મેળો યોજાય છે.
અમદાવાદના ધોળકા ખાતે સાત નદીઓના સંગમ સ્થાને કારતક સુદ અગિયારસથી પુનમ સુધી વૌઠાનો મેળો ભરાય છે.
ભવનાથનો મેળો જુનાગઢ ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીના દિવસે ભરાય છે.
કારતક સુદ અગિયારસ થી પુનમ સુધી શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિરના સાનિધ્યમાં મેશ્વો નદીના કિનારે આ મેળો યોજાય છે.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસો સૂદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે.