શિયાળો આવે એટલે ગાજરનો હલવો યાદ આવે. આજે આપણે આ સ્ટોરીમાં જોઈશું કે ગાજરનો હલવો કેવી રીતે બનાવવો.
1 કિલો ગાજર, 2 લિટર દૂધ, 1 કપ ખાંડ, 1/4 કપ ઘી, 1 ચમચી એલચી પાવડર, 1 ચમચી કેસર, સજાવટ માટે બદામ-પિસ્તા.
ગાજરને ધોઈને સાફ કરો. પછી તેને મોટી ખમણીમાં ખમણી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો, ગાજર ઉમેરો.
હવે તેમા દૂધ ઉમેરો અને ઉકાળો. ગાજરને નરમ થાય ત્યાં સુધી રાંધો. ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તમે જેવું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો.
એલચી પાવડર અને કેસર ઉમેરો અને મિક્સ કરો. હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો.
બદામ-પીસ્તા સમારી તેનાથીગાર્નિશ કરો. ગરમાગરમ સર્વ કરો.