જો તમે વાળનો ગ્રોથ વધારવા માંગતા હોવ, અને ઘણા ઉપચારો કરવા છતા પરિણામ નથી મળી રહ્યુ તો આ ઘરેલું ઉપચાર તમે અજમાવી શકો છો.તમે ઘરે જ સરળતાથી ગાજર અને ડુંગળીના પાણી બનાવી શકો છો અને વાળના ગ્રોથમાં વધારો કરી શકો છો. ચાલો જાણીએ વધુમાં
ગાજરમાં વિટામિન-એ અને ઇ વધુ હોય છે, જ્યારે ડુંગળીમાં સલ્ફર હોય છે જે તમારા સ્કાલ્પને પોષણ આપે છે, તેમજ તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળના ગ્રોથમાં વધારો કરે છે.
1 ગાજર, 1 ડુંગળી અને બે કપ (40 મિલી) પાણી લો.
ગાજર અને ડુંગળીને નાના ટુકડાઓમાં કાપો, જેથી તેમના પોષક તત્વોને બહાર કાઢી શકાય અને જે વાળના સ્વાસ્થય માટે સારા છે
જ્યારે પાણી ઉકળે, ત્યારે તમારે ઝીણા સમારેલા ગાજર અને ડુંગળીને પેનમાં નાખો
ઘીમા તાપને ડુંગળી અને ગાજરને લગભગ 20-30 મિનિટ સુધી પાણીમાં ઉકાળવા દો.
સ્ટ્રેનર અથવા કપડાનો ઉપયોગ કરીને ગાજર અને ડુંગળીના ટુકડાને પાણીમાંથી ગાળી લો.
આ પાણીનો ઉપયોગ કરતા પહેલા તેને ઠંડુ થવા દો જેથી તમારા સ્કાલ્પને કોઈ નુકસાન ન થાય.
ઠંડુ કરેલું ગાજર અને ડુંગળીનું પાણી તમારા વાળમાં રેડો, હળવા હાથ વડે મસાજ કરો જેથી પાણી માથાનાં બધા ભાગમાં પહોંચી રહે.