ધોરણ 12 બાદ ઝડપથી કમાણી કરવા માંગતા હોવ તો કરો આ કોર્સ, મળશે તગડો પગાર


By Sanket M Parekh27, Aug 2023 02:53 PMgujaratijagran.com

બેસ્ટ કોર્સ

12માં ધોરણ બાદ વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ ઉઠતો હોય છે કે, હવે શું કરીશું? તો ચાલો જાણીએ ધોરણ 12 પછી ક્યા કોર્સ કરવા સારા રહેશે.

અનેક કોર્સ

અનેક એવા કોર્સ છે, જેને કરવાથી જૉબ માટે ભટકવું નહીં પડે. આ કોર્સને કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક સ્થિતિને જોઈને નિર્ણય લેવો જોઈએ.

CA

કોર્મસની સાથે-સાથે સાયન્સના સ્ટૂડન્ટ પણ CAનો કોર્સ કરી શકે છે. આ કોર્સમાં પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહેનારા લોકોને પુષ્કળ પૈસા મળી શકે છે.

એનિમેશન એન્ડ મલ્ટીમીડિયા

આ 3 વર્ષનો કોર્સ હોય છે. જેને કર્યા બાદ તમારી અંદર સ્કિલ ડેવલોપ થઈ જશે. આ કોર્સ કર્યા બાદ તમે ફિલ્મી દુનિયામાં સરળતાથી જઈ શકો છો.

ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી

જો વિદ્યાર્થીઓને કંઈક શીખવાની ઈચ્છા હોય, તો તેઓ આ કોર્સ કરી શકે છે. આ કોર્સ કરવાથી સરકારી અને ખાનગી સેક્ટરમાં ઝડપથી જૉબ મળી શકે છે.

ફિલ્મ મેકિંગ

આ કોર્સ કર્યા બાદ તમે ફ્રીલાન્સ તરીકે પણ અઢળક પૈસા કમાઈ શકો છો. આ સાથે જ તમારી ઓળખ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર થવા લાગે છે.

બીફાર્મ

આ કોર્સ 4 વર્ષનો હોય છે. જેને કર્યા બાદ તમે મેડિકલ શૉપ ખોલી શકો છો. અત્યારના સમયમાં ફાર્માનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ખૂબ જ ડિમાન્ડ છે.

BCA

BCA કર્યા બાદ તમારે જૉબ શોધવાની જરૂર જ નહીં પડે. આ કોર્સ પૂરો થતાં જ તમારું પ્લેસમેન્ટ થઈ શકે છે.

ઉંમરના હિસાબે કેટલું હોવું જોઈએ તમારું વજન?- અહીં ક્લિક કરીને જાણી લો યોગ્ય બૉડી વેટ લિસ્ટ