ઈલાયચીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. જેનું સેવન કરવાથી શરીરને અનકે પ્રકારના ફાયદા મળે છે. તો ચાલો જાણીએ દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી ક્યા-ક્યા ફાયદા થાય છે?
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
જો તમને ભૂખ ના લાગવાની સમસ્યા થઈ રહી હોય, તો દૂધમાં ઈલાયચીમાં મિક્સ કરીને પીવું જોઈએ. આ દૂધ તમારે દરરોજ રાતે સૂતા સમયે પીવું જોઈએ.
દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. જેમાં રહેલ ગુણ શરદી-ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અનિંદ્રાની સમસ્યા હોય, તો દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. આમ કરવાથી ગાઢ ઊંઘ આવે છે.
જો તમે મોડા સુધી કામ કરવા અથવા કઈ વિચારવાના કારણે તણાવથી પીડાતા હોવ, તો તેનાથી બચવા માટે ઈલાયચી વાળુ દૂધ પીવું જોઈએ.
દૂધમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જે પાચન સાથે સંકળાયેલી સમસ્યા જેમ કે એસિડિટી અને અપચાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
દૂધમાં કેલ્શિયમનું પુષ્કળ પ્રમણ હોય છે. જેમાં ઈલાયચી મિક્સ કરીને પીવાથી હાડકા મજબૂત બને છે. જેનું નિયમિત સેવન કરવાથી હાડકાનો દુખાવો પણ દૂર થાય છે.