વાસી મોંઢે પાણી પીવાથી સ્વાસ્થ્યને થશે ફાયદા, શરીરને આ સમસ્યામાંથી મળશે છૂટકારો


By Sanket M Parekh03, Aug 2023 04:31 PMgujaratijagran.com

વાસી મોંઢે પાણી પીવું

બ્રશ કર્યા વિના પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા મળે છે. આ સાથે જ તે તમને સ્વસ્થ રાખવામાં અનેક રીતે મદદરૂપ થઈ શકે છે.

કિડની માટે સારુ

વાસી મોંઢે પાણી પીવાથી કિડનીને સાફ કરવામાં મદદ મળે છે અને તેની કાર્યક્ષમતા વધે છે. આ ઉપરાંત કિડની સ્ટોન હોવાની સ્થિતિમાં આમ કરવું બેસ્ટ સાબિત થઈ શકે છે.

વજન ઓછું કરે

વાસી મોંઢે એક ગ્લાસ હુંફાળુ પાણી પીવાથી વજન ઓછુ થઈ શકે છે. લારમાં રહેલ બેક્ટેરિયા મેટાબૉલિજ્મને વધારે છે. જેનાથી બૉડી ઝડપથી કેલેરી અને ફેટ બર્ન કરવા લાગે છે.

ટૉક્સિન બહાર નીકાળશે

સવારે બ્રશ કર્યા વિના એક ગ્લાસ હુંફાળુ પાણી પીવાથી શરીરમાં ટૉક્સિનને બહાર નીકાળી શકાય છે. જેથી આપણું શરીર ફિટ રહે છે.

સ્કિન માટે શ્રેષ્ઠ

વાસી મોંઢે પાણી પીવાથી શરીરથી ટૉક્સિન બહાર નીકળી જાય છે. એવામાં ચહેરા પર ખીલ, કરચલી અને ડાઘા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે.

પાણી પીવાની યોગ્ય રીત

જરૂરતથી વધારે કોઈ પણ વસ્તુનું સેવન નુક્સાનદાયક સાબિત થઈ શકે છે. આથી વાસી મોંઢે દરરોજ એક ગ્લાસ પાણી પીવું જ યોગ્ય માનવામાં આવે છે.

કંઈ વાતનું ધ્યાન રાખવું

સવારે બ્રશ કર્યા વિના પાણી પીતા સમયે તમારે વધારે ગરમ પાણીનું સેવન કરવાથી બચવું જોઈએ. આ સાથે જ 1થી વધારે ગ્લાસ પાણી ના પીવું જોઈએ. તેમજ ઘુંટડે-ઘુંટડે પાણી પીવું જોઈએ.

વજન ઘટાડવા અને ચમકતી ત્વચા સિવાય મગની દાળ ક્યા રોગો માટે ફાયદાકારક છે, જાણો