ભારતમાં કાર્ડથી ચુકવણી વર્ષ 2023માં વાર્ષિક ધોરણે 28.6 ટકા વધી 27.90 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. લંડન સ્થિત ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલ ડેટાએ તેના અહેવાલમાં આ માહિતી આપી છે.
ભારતમાં કાર્ડથી ચુકવણીના મૂલ્યમાં વર્ષ 2022 દરમિયાન 26.2 ટકાની મજબૂત વૃદ્ધિ થઈ હતી. આર્થિક વૃદ્ધિ, ગ્રાહકોની ઈલેક્ટ્રોનિક ચુકવણીની વધતા પ્રાથમિકતા તથા કેશલેસ ચુકવણીને સરકાર તરફથી ઉત્તેજન મળતા આ માહિતી મળી છે.
ભારતમાં પરંપરાગત રોકડથી કરવામાં આવતી ચુકવણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. દેશમાં પેમેન્ટ માટે રોકડનો ઉપયોગ ઘટી રહ્યો છે.
ATMમાંથી પોઇન્ટ ઓફ સેલ્સ ચુકવણી માટે કાર્ડના ઉપયોગમાં વૃદ્ધિ થઈ છે. દુકાનો પર પીઓએસ ટર્મિનલ અને ઓનલાઈન બન્નેનો સમાવેશ થાય છે. ATMમાંથી રોકડ ઉપાડનું પ્રમાણ ઘટી રહ્યું છે.