જાણો ઉનાળામાં લસણ ખાવું જોઈએ કે નહીં?


By Smith Taral11, May 2024 12:28 PMgujaratijagran.com

લસણણનો ઉપયોગ મોટાભાગે આપણે બધા શાકમાં કરતા હોઈએ છે, ઘણા લોકો જમવા સાથે લસણની ચટણી પણ ખાવાનું પસંદ કરતા હોય છે. આવો જાણીએ ઉનાળામાં લસણ ખાવાથી શું થાય છે, શુ તે ઉનાળામાં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

ઉનાળામાં લસણ

લસણની પ્રકૃતી ગરમ હોવાથી ડાયટિશિયન પાયલ શર્મા જણાવે છે કે ઉનાળામાં લસણની એક કળી ખાઈ શકાય છે, આનાથી વધુ તેનું સેવન ન કરવું જોઈએ

પોષક તત્વો

લસણમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન મળી આવે છે. આ સાથે તે વિટામિનનો પણ સારો સ્રોત છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે

હૃદય માટે સારુ

લસણમાં રહેલું સલ્ફર રક્ત કોશિકાઓને સરળતાથી કાર્ય કરવામાં મદદ કરે છે, અને રકત પરિભ્રમણ ને સારુ કરે છે

હાઈ બ્લડ પ્રેશર

લસણ બ્લડ પ્રેશર માટે ઘણું ફાયદાકારક માનવામા આવે છે, તે તેને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર રાખે છે

હાઈ બ્લડ પ્રેશર

લસણ બ્લડ પ્રેશર માટે ઘણું ફાયદાકારક માનવમા આવે છે, તે તેને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર રાખે છે

રોગપ્રતિકારક શક્તિ વધારો

લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે. આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, જે આપણને રોગોથી સુરક્ષિત રાખે છે.

તમારા પેટને સ્વસ્થ રાખે છે

પેટના સ્વાસ્થ્ય માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરે છે અને ડાયજેશન સારુ કરે છે

ભૂલથી પણ કેરી સાથે ન ખાઓ આ વસ્તુઓ, થશે નુકસાન