આપણે બધા કેળાની છાલને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ ત્વચા કેર માટે કરી શકો છો. ચાલો જાણીએ.
કેળાની જેમ તેની છાલમાં સ્ટાર્ચ,પ્રોટીન,ફેટ,આયર્ન,ફાઈબર વગેરે જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.
કેળાની છાલનો ભૂકો કરી અને તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચપટી બેકિંગ પાવડર ઉમેરો. તેને ચહેરા પર 5-10 મિનિટ માટે રહેવા દો.
કેળાની છાલમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે કેળાની છાલને પીસી લો. તેમાં બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો.
કેળાની છાલને પીસી તેને એલોવેરા જેલ સાથે મિક્સ કરી અને તેને આંખની નીચેની જગ્યા પર લગાવી શકો છો.
કેળાની છાલ પર મધ લગાવીને ખીલ પર હળવા હાથે મસાજ કરીને થોડા સમય પછી ચહેરો ધોઈ લો.આમ કરવાથી ખીલ ઓછા થવા લાગે છે.
કેળાની છાલ પણ દાંતની પીળાશ દૂર કરવામાં ઉપયોગી થઈ શકે છે. આવી સ્થિતિમાં, લગભગ એક અઠવાડિયા સુધી દરરોજ સવારે કેળાની છાલને તમારા દાંત પર સારી રીતે ઘસો અને પછી તેને ધોઈ લો.
આ રીતે કેળાની છાલનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.