ફોન ચાર્જ કરતી વખતે આ ભૂલો ન કરશો


By Smith Taral17, Mar 2024 04:08 PMgujaratijagran.com

બેટરી

આજકાલ ઘણા સ્માર્ટફોન સળગવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, સ્માર્ટફોન ઈલેક્ટ્રોનીક ડીવાઈસ છે માટે તેની તકેદારી રાખવી પણ એટલી જરૂરી છે. જ્યારે તમે બેટરી ચાર્જ કરતા હોવ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી બેટરી ઝડપથી ડૅમેજ ન થાય

રાહ ન જુઓ

ફોનની બેટરી પૂરી રીતે ડીસચાર્જડ થઈ જાય તેની રાહ ન જોશો, ફોનને પહેલાથી ચાર્જ પર મૂકી દો

ચાર્જર

કોઈપણ ચાર્જરથી ફોન ચાર્જ કરશો નહીં. તમારા ફોનના ચાર્જરથી જ ચાર્જ કરવાની આદત રાખો

ઓવરચાર્જિંગ

ઓવરચાર્જ કરવાનું ટાળો. ઉદાહરણ તરીકે, તમારા ફોનને આખી રાત ચાર્જ કરવા ન મુકી રાખશો. ફોન ચાર્જ થતાંની સાથે જ તેને ચાર્જરમાંથી કાઢી નાખો.

બેટરી

જે ફોન ચાર્જ થઈ રહ્યો છે તેનો ઉપયોગ ન કરવો. આ કારણે બેટરી ઝડપથી ચાર્જ થઈ શકતી નથી, અને ફોનની લાઈફસ્પાન પણ ઓછો થઈ જાય છે

ગરમ ફોન

જો ફોન ચાર્જ કરતી વખતે ગરમ થઈ રહ્યો હોય તો તેનો ઉપયોગ ન કરવાનું ટાળો

ચેક કરાવો

જો ફોનમાં બેટરી ખરાબ થવાના કોઈ સંકેત દેખાય તો તેને તરતજ રીપેરીગ શોપમાં ચેક કરાવી લેવો

ફોન કેસ

ફોનને જાડા ફોન કેસથી ચાર્જ ન કરવો જોઈએ. જેના કારણે ચાર્જિંગથી થતી હીટ બહાર નથી આવી શકતી.

ખાલી વાસણો મૂકીને રાત્રે સૂવું જોઈએ કે નહીં?