વાળમાં કપૂર તેલ લગાવવાથી મળે છે આ ફાયદા


By Hariom Sharma25, Aug 2023 04:31 PMgujaratijagran.com

કપૂર તેલ લગાવવાથી વાળને વધવામાં મદદ મળે છે અને સાથ જ આ તમારા વાળને મજબૂત બનાવે છે. વાળના વિકાસ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે આ તેલનો ઉપયોગ કરો.

બ્લડ ફ્લો સુધરે છે

વાળમાં કપૂર તેલ લગાવવાથી સ્કેલ્પ સ્કિનમાં બ્લડનો ફ્લો સુધરે છે. આનાથી વાળના ગ્રોથમાં મદદ મળે છે અને વાળ મજબૂત બને છે.

શુષ્કતા દૂર થાય છે

વાળમાં કપૂરનું તેલ લગાવવાથી શુષ્કતા દૂર કરી શકાય છે. કારણ કે કપૂરમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ રહેલા હોય છે, જે સ્પ્લિટ એન્ડને ખતમ કરવામાં મદદ કરે છે.

ડેન્ડ્રફ ઘટાડે

કપૂરના તેલમાં એન્ટિ ડેન્ડ્રફ એલિમેન્ટ્સ રહેલા હોય છે, જે વાળમાં ડેન્ડ્રફને ઘટાડવામાં મદદ કરે છે. આ સ્કેલ્પને નમી આપીને વાળને સ્વસ્થ રાખે છે.

ખંજવાળ અને બળતરાથી બચાવે

કપૂરનું તેલ વાળમાં લગાવવાથી સ્કેલ્પમાં ખંજવાળ અને બળતરા થતાં નથી. આ સ્કેલ્પ કોઇ પણ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.

વાળને મજબૂત બનાવે

જો તમારા વાળ ખૂબ જ તૂટે છે, તો કપૂરનું તેલ તમારા માટે ફાયદાકારક છે. આ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સફેદ વાળની સમસ્યા

કપૂરનું તેલ સફેદ વાળની સમસ્યાને દૂર કરીને વાળને મજબૂત બનાવે છે. આ તેલ વાળના લાંબા સમય સુધી નેચરલ કાળા રાખવામાં મદદ કરે છે.

લગાવવાની રીત

કપૂર અને નારિયેળનું તેલ સારી રીતે મિક્સ કરો. આને તમારા માથા અને મૂળમાં સારી રીતે લગાવો. ત્યાર બાદ 20થી 30 મિનિટ સુધી રાખો અને શેમ્પૂથી વાળને વોશ કરો.

'થોડી થોડી પીયા કરો..!' શરાબ કેટલા પ્રમાણમાં પીવો ફાયદાકારક? દારૂના શોખીનો ખાસ જુએ