મોટાભાગના લોકો માને છે કે દૂધમાં મહત્તમ કેલ્શિયમ હોય છે અને જો તમને દૂધ ન ગમતું હોય તો કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે દૂધ સિવાય પણ ઘણી વસ્તુઓમાં કેલ્શિયમ હોય છે જે ખાવથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે, ચાલો જાણીએ.
બદામમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તમે આ ઉણપને પુરી કરી શકો છો, આ માટે બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી તેને છોલીને ખાવ.
કેલ્શિયમ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન,ફોસ્ફરસ,વિટામિન વગેરે પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કઠોળ અને બીજ માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ પ્રોટીનમાં પણ સમૃદ્ધ માનવામાં આવે છે. તમે તેને શાકભાજી,સલાડ વગેરેમાં ખાઈ શકો છો.
જો તમને દૂધ પસંદ નથી તો તમારા આહારમાં ટોફુ પનીર,સોયા દૂધ ટોફુ ચીઝ વગેરેનો સમાવેશ કરો,આના કારણે તમને કેલ્શિયમની ઉણપ ક્યારેર નહીં થાય.
દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેને તમે તમારા દૈનિક આહારમાં સામેલ કરી શકો છો.
ચીઝમાં પણ કેલ્શિયમ હોય છે, તમે તેને તમારા આહારમાં સામેલ કરીને તેની ઉણપ દૂર કરી શકો છો.
કેલ્શિયમની સાથે બ્રોકોલીમાં મિનરલ્સ,વિટામિન્સ વગેરે પણ હોય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે.
આ બધા સિવાય નારંગી,માછલી,ઓટમીલ,તલ વગેરે પણ કેલ્શિયમ હોય છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.