શિયાળામા પરાઠા ખાવાની મજા જ કંઈક અનોખી હોય છે. તમે બટેટા,કોબી અને વટાણાના પરાઠા તો ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કોબીના પરાઠા નહીં ખાધા હોય, ચાલો જાણીએ તેની રેસિપી.
કોબીજ,ડુંગળી,બટેટા,લોટ,અજમો,તેલ જરૂર મુજબ,કોથમરી,લાલ મરચું પાવડર,ગરમ મસાલો,હિંગ,સ્વાદ મુજબ મીઠું.
કોબીમાંથી પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં લોટ લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમો અને પાણી ઉમેરીને લોટ બાંધો.
હવે કોબીનું સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરીને પછી તેમાં જીરું અને હિંગ નાખીને તેને સાંતળો.
મસાલા પછી, ડુંગળી ઉમેરો અને ફ્રાય કરો. ડુંગળી સોનેરી થાય એટલે તેમાં કોબી નાખીને પકાવો.
હવે તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર વગેરે ઉમેરીને ફ્રાય કરીને બાફેલા બટાકાને મેશ કરીને ઉમેરો અને પકાવી લો.
હવે લોટના નાના-નાના બોલ બનાવો અને તેમાં કોબીનું સ્ટફિંગ ભરીને પરાઠાની જેમ વણી લો.
એક પેન ગરમ કરીને તેમાં થોડું તેલ ઉમેરીને પરાઠા શેકીને તમે તેને નાસ્તા દરમિયાન કે લંચ અથવા ડિનરમાં સર્વ કરી શકો છો.
તમે કોબીના પરાઠા દહીં અને અથાણાં સાથે ખાઈ શકો છો. રેસીપી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.