ભારતીય રિઝર્વ બેંકની માહિતી પ્રમાણે તેમણે 31મી જુલાઈ,2023 સુધીમાં લોકો પાસેથી કુલ 3.14 ટ્રિલિયન રૂપિયાના વેલ્યૂની 2000 રૂપિયાની બેંક નોટ પાછી મળી છે.
તમામ બેંકો મારફતે અત્યાર સુધીમાં 88 ટકા જેટલી રૂપિયા 2000ની નોટ મધ્યસ્થ બેંકને પાછી મળી ગઈ છે. આશરે 87 ટકા નોટો લોકોએ ખાતામાં જમા કરાવી છે. બાનીના મૂલ્યની નોટ એક્સચેન્જ કરાવી છે.
સર્ક્યુલેશનમાં રૂપિયા 2000ની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.62 ટ્રિલિયન રૂપિયા હતુ અને 19મી મેના રોજ તે ઘટીને 3.56 ટ્રિલિયન રૂપિયા હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યસ્થ બેન્કે રૂપિયા 2000ની ચલણી નોટ 30મી સપ્ટેમ્બર,2023 સુધીમાં બેંકમાં જમા કરાવવા અથવા અન્ય નોટોથી બદલા માટે કહ્યું છે.