આ કારણોસર થઈ શકે છે પેશાબ કરતી વખતે બળતરા, જાણીલો તેના ઘરેલુ ઉપાય.


By Smith Taral26, Apr 2024 11:22 AMgujaratijagran.com

પેશાબ કરતી વખતે જો બળતરા અથવા દુખાવો થાય તો એને અવગણી ન શકાય, પણ તેની તરત સારવાર કરાવી જોઈએ. આ સ્ટોરીમાં આપણે જોઈશું કયા કારણોસર તમને પેશાબમાં બળતરા થઈ શકે છે અને તેને મટાડવાના ઘરેલું ઉપાયો

લાંબો સમય રોકીને રાખવું

લાંબા સમય સુધી જો વ્યક્તિ પેશાબ રોકી રાખે છે તો તે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી પેટના નીચેના ભાગમાં પણ દુખાવો થાય છે.

ઓછું પાણી પીવું

જો શરીરને પૂરતી માત્રામાં પાણી ન મળે તો તેને પેશાબ દરમિયાન બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જ જોઈએ.

મસાલેદાર ખોરાકનું સેવન

અત્યંત મસાલેદાર અને તૈલી ખોરાકનું વધુ પડતું સેવનથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે, માટે મરચાં, મસાલા અને તૈલી વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાનું ટાળો.

કિડની સ્ટોન

જો તમને કિડની સ્ટોન છે તો પેશાબ કરતી વખતે તમને બળતરા અથવા દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન ના કારણે પણ આ સમસ્યા ઊભી થાય છે

લીવર

જે લોકો લાંબા સમયથી લીવર સંબંધિત સમસ્યાઓથી પીડાય છે તેઓને પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થઈ શકે છે.

આ લોકોએ નારિયેળ પાણી પીવાથી બચવું જોઈએ?