મિથુન રાશિમાં શુક્ર દેવ કરશે ગોચર, આ રાશિના જાતકોની કિસ્મત ચમકશે


By Pandya Akshatkumar2023-05-01, 15:28 ISTgujaratijagran.com

શુક્રનો મિથુન રાશિમાં પ્રવેશ

મેની શરુઆતમાં જ ભૌતિક સુખોના કારણ ગ્રહ શુક્ર બુધની મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 2 મેએ શુક્ર અને બુધની યુતિ રચાશે.

બુધ-શુક્રની યુતિ

મિથુન રાશિમાં પહેલાથી જ બુધ ગ્રહ હાજર છે. મિથુન રાશિમાં બુધ-શુક્રની યુતિ લક્ષ્મી નારાયણ યોગ બનાવશે, જે કેટલીક રાશિ માટે ખૂબ શુભ સાબિત થશે.

વૃષભ રાશિ

લક્ષ્મી નારાયણ યોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનો છે. પાર્ટનરશિપમાં કામ કરવા પર સફળતા પ્રાપ્ત થશે. અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ કરિયરમાં નવા રસ્તા ખોલશે. લવ-લાઈફમાં રોમાંચ આવશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય શાનદાર રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. વાહન કે કોઈ પ્રોપર્ટી તમે ખરીદી શકો છો. તમારી દરેક મનોકામના પૂરી થશે.

નાનપણથી બાળકોને જરૂર શીખવાડો આ આદતો