સ્ટોક એક્સચેન્જ પર બ્રોકર્સને કામકાજ કરવામાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એક્સચેન્જ પર પે-ઈન અને પે-આઉટમાં મુશ્કેલી જોવા મળી છે.
બ્રોકર્સે કહ્યું કે અકાઉન્ટમાં માર્જિન ડિપોઝીટ જોવા મળતુ નથી. એક્સચેન્જના માર્જીન ડેબિટ, ક્રેડિટમાં મુશ્કેલી સામે આવી છે.
આ સંજોગોમાં NSEમાં ઓક્શન ટાઈમને લઈ ફેરફાર કરવામાં આવ્યા છે. સુધારવામાં આવેલા સમય પ્રમાણે હવે સમય 2.5થી 3.20 સુધી રાખવામાં આવ્યો છે.
આ મુશ્કેલીને પગલે બજારમાં અંતિમ કલાકમાં નીચલા લેવલ પર ખરીદી જોવા મળી હતી. ઈન્ડેક્સ અંતિમ અડધા કલાકમાં 66061ના નીચેના સ્તર સુધી આવી હતી.