જન્માષ્ટમીના દિવસે ઘરમાં લાવો આ 6 વસ્તુઓ, શ્રી કૃષ્ણ ભગવાન થશે પ્રસન્ન


By Pandya Akshatkumar04, Sep 2023 02:52 PMgujaratijagran.com

જન્માષ્ટમી 2023

આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 6 અને 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

શુભ વસ્તુઓની ખરીદી

આ દિવસે શ્રી કૃષ્ણને પસંદ વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. તેને ઘરે લાવવાથી તમારું ભાગ્ય ખુલી જાય છે.

કામધેનુ ગાય

ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે કામધેનુ ગાય લાવવાથી કરિયર અને કારોબારમાં વૃદ્ધિ થાય છે. આ મૂર્તિને તિજોરીમાં પણ મૂકી શકાય છે.

વાંસળી

શ્રી કૃષ્ણને વાંસળી અતિ પ્રિય છે. આ દિવસે વાંસળી લાવવાથી ઘરમાં આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

લડ્ડુ ગોપાલની તસવીર

જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની તસવીર લગાવવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં શ્રી કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે.

ગંગાજળ

જન્માષ્ટમીના દિવસે ગંગાજળ લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચંદન

માથા પર ચંદનનું તિલક લગાવાથી મનને શાંતિ મળે છે. જન્માષ્ટમીના દિવસે તમે ચંદનની ખરીદી કરી શકો છો.

વીણા

ઘરમાં વીણા હોવાથી માતા સરસ્વતીનો આશિર્વાદ મળે છે સાથે-સાથે શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે.

જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર ઉપવાસનું ફળ નહીં મળે