કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તુલસીના પત્તા તોડવાથી બચવું જોઈએ. એવું કહેવાય છે કે, ભગવાન કૃષ્ણ વિષ્ણુજીના અવતાર છે અને તેમને તુલસી ખૂબ જ પ્રિય છે.
એકાદશીની જેમ જન્માષ્ટમીના દિવસે પણ ચોખા (ભાત) ના ખવા જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે ભાત ખાવા વર્જિત હોય છે.
જન્માષ્ટમીના દિવસે માંસ, મદિરા, ડુંગળી અને લસણ ના ખાવા જોઈએ. આ સાથે જ આવી વસ્તુઓને ઘરમાં લાવવી પણ અશુભ મનાય છે.
આ વિશેષ દિવસે કોઈનું પણ અપમાન કરવાથી બચવું જોઈએ, કારણ કે ભગવાન કૃષ્ણ તમામ ભક્તો માટે એકસમાન હોય છે.
ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે. એવામાં જન્માષ્ટમીના દિવસે કોઈ પણ ગાય અને વાછરડાને ભૂલથી પણ પજવવા ના જોઈએ.
જો તમે જન્માષ્ટમીના દિવસે વ્રત રાખો છો, તો આ દરમિયાન કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર મનમાં ના લાવવા જોઈએ.
કૃષ્ણ જન્માષ્ટમી પર કોઈ પણ ઝાડ અને છોડને ભૂલથી પણ કાપવા ના જોઈએ. એવું કહેવાય છે કે, ભગવાન કૃષ્ણ દરેક વસ્તુમાં વસેલા છે.