બ્રેસ્ટ કેન્સર દુનિયાની સૌથી સામાન્ય કેન્સર બીમારીઓ પૈકી એક છે. ઘણી મહિલાઓ તેનો શિકાર બને છે, જે પૈકી કેટલીક મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો સૌથી વધારે હોય છે. તો ચાલો PubMedના રિપોર્ટથી જાણીએ કઈ મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો સૌથી વધારે હોય છે.
જેમ-જેમ ઉંમર વધતી જાય, તેમ-તેમ બ્રેસ્ટ કેન્સરનો ખતરો પણ વધતો જાય છે. 50 વર્ષથી વધુ વયની મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક સૌથી વધુ રહે છે.
જો કોઈ મહિલાની માતા, બહેન અથવા દીકરીને બ્રેસ્ટ કેન્સર થયું છે, તો તેમને પણ આ બીમારી થવાની સંભાવના વધુ રહે છે.
જે મહિલાઓમાં જલ્દી પીરિયડ શરૂ થયા હોય કે વિલંબથી મોનોપૉઝ થયો હોય, તેમને હોર્મનના કારણે બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધારે રહે છે.
જે મહિલાઓ ક્યારેય પણ માતા ના બની હોય અથવા ખૂબ મોડાથી માતા બની હોય, તેમને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધારે રહે છે. જો કે સ્તનપાન કરાવવાથી આ ખતરો કેટલીક હદે ટાળી શકાય છે.
સ્મોકિંગ, દારુ પીવાની આદત, મોટાપો અને ફિઝીકલ એક્સરસાઈઝની કમી પણ બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધારી શકે છે.
કેટલીક મહિલાઓ લાંબા સમય સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી કે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે, જેમને પણ બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધી જાય છે.
કેટલીક સ્ત્રીઓમાં BRCA1 અને BRCA2 જેવી જીનમાં ફેરફાર (મ્યૂટેશન) હોય છે, જેના પરિણામે તેમને બ્રેસ્ટ અને ઓવરી કેન્સરનો ખતરો સૌથી વધારે હોય છે.