પાંચ સપ્તાહના ઘટાડા બાદ 13 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ 1.153 અબજ ડોલર વધીને 585.895 અબજ ડોલર થયું છે.
RBIની માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સપ્તાહથી વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ઘટાડો થઈ રહ્યો હતો, કુલ ભંડોળ 2.166 અબજ ડોલર ઘટી 584.742 અબજ ડોલર થયું હતું.
આ અગાઉ ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તર પર જે ઘટનાક્રમ સર્જાયા છે તેને લીધે RBI ડોલર સામે રૂપિયાના મૂલ્યને ઘટતુ અટકાવવ માટે મૂડી ભંડોળનો ઉપયોગ કરતું,જેને લીધે વિદેશી હૂંડિયામણને અસર થઈ રહી છે.