સરકારે કેન્દ્રીય બજેટમાં કોસ્ટલ શિપિંગને ઉત્તેજન આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ ભારતના કોસ્ટલ વિસ્તારોમાં માલ પરિવહનમાં ઝડપ જોવા મળી છે.
અલબત મળતી માહિતી પ્રમાણે સરકારી બંદરોની તુલનામાં ખાનગી બંદરોની વૃદ્ધિ વધારે ઝડપી રહી છે. તેને લીધે મોટા બંદરોમાં માંગ સસ્તી થવા, ખાનગી બંદરો તથા પુરવઠા શ્રેણીને ઉત્તેજન મળ્યું છે.
એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે સરકારી બંદરો દ્વારા સંચાલિત તટીય કાર્ગોમાં ફક્ત 1.3 ટકા વૃદ્ધિ થઈ છે. તટીય ટ્રાફિકમાં અગાઉના વર્ષની તુલનામાં ઘટાડો થયો છે.
વર્ષ 2023-24માં મુખ્ય પોર્ટ પર 750 લાખ ટન તટીય કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું છે, જ્યારે બિન મહત્વના મુખ્ય પોર્ટથી 550 લાખ ટનનું વહન થયું હતું.