આ ફિલ્મોએ બનાવી માધુરી દીક્ષિતને નંબર 1 એક્ટ્રેસ


By Sanket M Parekh29, Jun 2023 04:15 PMgujaratijagran.com

સાજન

વર્ષ 1991માં આવેલી 'સાજન' ફિલ્મે માધુરીને એક અલગ જ ઓળખ અપાવી હતી. આ ફિલ્મમાં માધુરીના અભિનયે સૌ કોઈનું દિલ જીતી લીધુ હતુ.

ખલનાયક

આ ફિલ્મ 1993માં આવી હતી. જેણે માધૂરીની કરિયરને સફળતાના શિખર પર પહોંચાડી દીધી હતી.

હમ આપકે હૈ કોન

આ ફિલ્મ 1994માં આવી હતી. આ પારિવારિક ફિલ્મમાં માધુરી અને સલમાન ખાનની જોડીએ પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી.

તેજાબ

માધુરી દીક્ષિતની આ ફિલ્મ 1988માં આવી હતી. આ ફિલ્મ માધૂરીના કરિયરની સૌથી ઉમદા ફિલ્મો પૈકીની એક હતી.

દિલ

1990માં આવેલી આ ફિલ્મમાં માધુરી અને આમિર ખાનની જોડીએ ધૂમ મચાવી હતી. આ ફિલ્મના તમામ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા.

રામ લખન

આ ફિલ્મ 1989માં આવી હતી, જેમાં માધુરીએ રાધાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે માધુરીને સફળતાના શિખરો પર પહોંચાડી દીધી હતી.

ફાતિમા સના શેખની ફેશન સેન્સ છે ઘણી આકર્ષક