બૉયફ્રેન્ડ આઈવર મેક્રે સાથે સપ્તપદીના સાત ફેરા ફર્યા બાદ અલાના પાંડેએ તેને કિસ કરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના લગ્નના મંડપમાં જ સૌ કોઈની સામે જ એકબીજાને કિસ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ મોસ્ટ અવેટેડ વેડિંગમાં આલિયા અને રણબીરે લિપલૉક કર્યું હતુ. ફેન્સને આ તસવીર ખૂબ જ પસંદ પડી હતી.
નિખિલ પટેલ સાથે લગ્ન સમયે દલજીતે તેને કિસ કરીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.
કૃષ્ણા મુખરજીએ તાજેતરમાંજ ચિરાગ બાટલીવાલા સાથે પારસી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં છે. આ દરમિયાન બન્નેની એકબીજાને કિસ કરતી તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી.
વર્ષ 2018માં પ્રયંકા ચોપરા અને નિક જોનાસ જોધપુરમાં લગ્નગ્રંથિથી જોડાયા, આ દરમિયાન બન્નેએ લિપલૉક પણ કર્યું હતુ.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ગત વર્ષે જ અલગ પ્રકારના ફંક્શનમાં એકબીજાના થઈ ગયા.આ દરમિયાન બન્નેએ કિસ પણ કરી હતી.
ક્રિશ્ચિયન વેડિંગ ફંક્શનમાં સામંથા અને નાગા ચૈતન્યએ લિપલૉક કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા
પત્ની મિહિકા સાથે સાત ફેરા ફર્યા બાદ રાણા દગ્ગુબાતીએ તેને મંડપમાં જ કિસ કરી હતી.