સિદ્ધાર્થ-કિયારા ટૂંક સમયમાં જ સૂર્યગઢ પેલેસ જેસલમેરમાં સપ્તપદીના સાત ફેરા ફરવાના છે
બૉલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને વિદેશી મુરતિયા નીક જોનાસે જોધપુર, રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યાં હતા.
વિક્કી કૌશલ અને કેટરિના કૈફે સવાઈ માધોપુર, રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યાં હતા, જેની તસવીરો ખૂબ જ વાયરલ થયા હતા.
9 ફેબ્રુઆરી, 2017ના રોજ નીલ નીતિન મુકેશે રુકમણી સહાય સાથે ઉદયપુરમાં રોયલ વેડિંગ કર્યાં હતા. જેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ ઉપસ્થિત રહ્યાં હતા.
બૉલિવૂડની મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડને અનિલ થડાની સાથે ઉદયપુરના શિવ નિવાસ પેલેસમાં સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા.
સાઉથ અને હિન્દી ફિલ્મોની એક્ટ્રેસ શ્રિયા સરને આન્દ્રેઈ કોસ્ચિવ સાથે વર્ષ 2018માં દેવગઢ મહલમાં લગ્ન કર્યાં હતા.