શુક્રવારની સાંજે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરનો શુભારંભ થયો. જેમાં અનેક સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારની પાર્ટીમાં દરેક સ્ટાર્સે પોતાની રીતે જલવો વિખેર્યો હતો.
આ પાર્ટીમાં 'બેબો' રેડ કલરની લહેંગામાં બાકસમ સુંદર લાગતી હતી. જ્યારે સૈફ અલી ખાન વ્હાઈટ કુર્તા-પાયજામા અને જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની મેચિંગ કલરના આઉટફિટમાં જોડી જામી રહી હતી. કિયારાએ ઈન્ડિયન લુકમાં કહેર મચાવ્યો હતો.
એશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા બચ્ચન શૂટમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યાં હતા.
પુત્રી માલતી સાથે સ્વદેશ પરત ફરેલી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ પાર્ટીમાં સામેલ થયા હતા. ડિઝાઈનર ગાઉન લુકમાં પ્રિયંકા અને બ્લેક લુકમાં નિક જોનાસની જોડી જામી રહી હતી.
બૉલિવૂડના 'ભાઈજાન' પણ અંબાણીની પાર્ટીમાં જોવા મળ્યા હતા. જ્યાં ઑલ બ્લેક આઉટફિટમાં સલમાન ખાન હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ પાર્ટીમાં ખાન પરિવારે પણ હાજરી આપી હતી. ગૌરી ખાન, આર્યન અને સુહાના ખાને ઈવેન્ટમાં હાજરી આપી લાઈમલાઈટ લૂંટી હતી.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત બ્લેક એન્ડ વ્હાઈટ અટાયર, જ્યારે બૉલિવૂડની મસ્તાની દીપિકા અને રણવીરસિંહ સેમ કલરના અટાયરમાં જોવા મળ્યા હતા.
આલિયા ભટ્ટ સિમરી સાડી જ્યારે વિદ્યા બાલન ઈન્ડો વેસ્ટર્ન લુકમાં બેહદ સુંદર લાગી રહી હતી.