મોટાપાના કારણે અનેક લોકો ટ્રોલ થાય છે, પરંતુ આજે અમે તમને એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જે દૂબળી-પાતળી દેખાવાના કારણે બૉડી શેમિંગનો શિકાર બની છે.
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ પાતળી દેખાવાના કારણે બૉડી શેમિંગનો શિકાર બની ચૂકી છે અને અનેક વખત તેને ટ્રોલ પણ કરવામાં આવી છે.
તાજેતરમાં જ મૌની રૉયે પોતાના બિકિની ફોટો શેર કર્યાં હતા. જેમાં તે પાતળી દેખાતી હોવાથી લોકોએ તેને ટ્રોલ કરી હતી
બૉલિવૂડ ડીવા દીપિકા પાદૂકોણ પણ પાતળી દેખાવાના કારણે અનેક વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે
ફિલ્મ ટશનમાં જ્યારે કરીના કપૂરે ઝીરો ફીગર બનાવ્યું હતુ, ત્યારે લોકોને તેને ભરપૂર ટ્રોલ કરી હતી
અનન્યા પાંડે પણ અનેક વખત પોતે પાતળી હોવાના કારણે ટ્રોલ થઈ ચૂકી છે. એક્ટ્રેસને લોકો હાડપિંજર અને ફ્લેટ કહીને ટ્રોલ કરે છે
લીસા હેડનને 3 બાળકો હોવા છતાં આજે પણ તેણે પોતાનું ફિગર મેન્ટેન રાખ્યું છે. જેના કારણે તે ટ્રોલર્સના નિશાને ચડી ચૂકી છે
'બિગ બૉસ' અને 'નાગિન' ફેમ તેજસ્વી પ્રકાશ પણ બૉડી શેમિંગનો શિકાર બની ચૂકી છે.અહીં સુધી કે, એક્ટ્રેસને લોકો ખાવા-પીવાની સલાહ પણ આપી રહ્યાં છે.