હાલ ભારતમાં વન ડે વર્લ્ડ કપ 2023 રમાઈ રહ્યો છે. આજે કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
વિરાટ કોહલી જેટલો ક્રિકેટના મેદાનમાં છવાયેલો રહે છે તેટલો જ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બન્યો રહે છે
વિરાટ કોહલીના ફેન્સની સંખ્યા કરોડોમાં છે, જે તેને ઘણો પ્રેમ આપે છે. આજ ફેન્સમાં બોલિવૂડ એક્ટ્રેસનું નામ પણ સામેલ છે
બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર લિસ્ટમાં પ્રથમ સ્થાને છે, જે કોહલીને પસંદ કરે છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે એક સમયે વિરાટના પ્રેમમાં પાગલ હતી
આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વિરાટ કોહલી હંમેશાથી મારો મનપસંદ ખેલાડી રહ્યો છે
કરીના કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વર્તમાનમાં વિરાટ કોહલી તેનો મનપસંદ ક્રિકેટર છે
વિરાટ કોહલીએ વર્ષ 2017માં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક ખૂબસૂરત વામિકા નામની દીકરી પણ છે