બૉલિવૂડની અનેક એક્ટ્રેસ જલ્દી સાઉથ સિનેમામાં પણ અભિનયનો ઓજસ પાથરતી જોવા મળશે. જેમાં દિશા પટાની સહિત અનેક એક્ટ્રેસના નામો સામેલ છે
જ્હાનવી કપૂર ટૂંક સમયમાં સાઉથની ફિલ્મ NTR 30માં જોવા મળશે. એક્ટ્રેસે આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે
દિશા પટાની સૂર્યા 42થી સાઉથ સિનેમામાં પર્દાપણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10 ભાષાઓમાં રિલીઝ થશે
બૉલિવૂડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ ફિલ્મ પ્રોજેક્ટ Kથી સાઉથની ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેની સાથે પ્રભાસ જોવા મળશે.
ઈન્ડસ્ટીમાં અનેક એક્ટ્રેસ એવી છે, જેમણે બૉલિવૂડમાં આવ્યા બાદ સાઉથ સિનેમામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય
અનન્યા પાંડે પણ સાઉથ ઈન્ડસ્ટીમાં એન્ટ્રી મારી ચૂકી છે. ફિલ્મ 'લાઈગર' થકી અનન્યાએ સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતુ.
અગાઉ કંગના રનૌતે પોતાની ફિલ્મ થલાઈવી થકી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતુ.