આ વર્ષે બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓને તેમના જીવનસાથી મળ્યા. તેઓએ 2023માં તરત જ લગ્ન પણ કરી લીધા, આ લિસ્ટમાં કોણ કોણ સામેલ તે અહીં જણાવવા જઈ રહ્યા છીએ.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન કોઈ તહેવારથી ઓછા નહોતા. ચાહકો ઘણા સમયથી આ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે બંનેએ સાત ફેરા લઈ લીધા છે.
સિદ્ધાર્થ-કિયારા આ વર્ષે લગ્ન કરનાર કપલમાંથી સૌથી વધુ ચર્ચામાં હતા. લાંબા સમયથી ડેટ કરી રહેલા આ કપલે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.
આથિયા શેટ્ટી-કેએલ રાહુલે પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં થયા હતા.
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ પણ આ વર્ષે લગ્ન કરી લીધા છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહી હતી. આ પહેલા બંનેએ વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, ત્યારબાદ હવે રિવાજ મુજબ લગ્ન કર્યા.
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે પણ ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. આ પછી જૂનમાં સ્વરાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા અને 23 સપ્ટેમ્બરે બંને પેરેન્ટ્સ બન્યા.
પ્યાર કા પંચનામા અભિનેત્રી સોનાલી સહગલે પણ આ વર્ષે એટલે કે 7 જૂન 2023ના રોજ લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લાંબા સમયથી બોયફ્રેન્ડ આશેષ સજનાની સાથે લગ્ન કરી લીધા.
આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.