49 વર્ષની વયે પણ કાજોલ દેખાય છે એકદમ જવાન, જાણો એક્ટ્રેસની ફિટનેસ સિક્રેટ


By Sanket M Parekh26, Aug 2023 02:49 PMgujaratijagran.com

ઉંમરને આપી મ્હાત

કાજોલ 49 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ તેની ફિટનેસ જોઈને કોઈ પણ તેની વયને લઈને અંદાજો નથી લગાવી શકતો.

ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ

1992માં ફિલ્મ બેખુદીથી એક્ટ્રેસે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આજે પણ કાજોલ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી રહી છે.

વર્કઆઉટ રૂટીન

49 વર્ષની વયે તમે પણ તમારી બૉડી કાજોલની જેમ ફિટ રાખી શકો છે. આ માટે તમે ઈચ્છો તો એક્ટ્રેસના રૂટીનને ફૉલો કરી શકો છો.

યોગા

કાજોલ પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને યોગ કરે છે. યોગ ઉપરાંત એક્ટ્રેસ ડેડલિફ્ટ પણ કરે છે.

ફાઈબરથી ભરપુર ડાયટ

કાજોલ ફાઈબરથી ભરપુર ડાયટ લે છે. એક્ટ્રેસ નોન વેજની શોખિન છે, તેને ફિશ અને ચિકન ખૂબ જ ભાવે છે.

પાણીનું સેવન

કાજોલનું કહેવું છે કે, ફિટ રહેવા માટે બૉડીને હાઈડ્રેટ રાખવી ખૂબ જ જરૂરી છે. એક્ટ્રેસ 8-10 ગ્લાસ પાણી જરૂર પીવે છે.

નો સુગર

આ ઉપરાંત કાજોલ જંક ફૂડ અને સુગરનું ખૂબ જ ઓછું સેવન કરે છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે આવી તમામ વસ્તુઓથી દૂર રહે છે.

'બેબી ડૉલ' જેવી ફિટનેસ જોઈતી હોય, તો અપનાવો આ સિક્રેટ ડાયટ પ્લાન