બૉલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશી અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂકી છે. એક્ટિંગ કરતાં વધારે હુમા પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે.
આજે અમે તમને હુમા કુરૈશીના ડ્રેસનું કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છે. જેને પ્લસ સાઈઝ ગર્લ્સ ટ્રાય કરીને ખુદને સ્ટાઈલિશ બનાવી શકે છે.
આ પ્રકારના જમ્પસૂટ લુક પ્લસ સાઈઝ ગર્લ્સને સ્માર્ટ બનાવે છે. એવામાં તમે હુમાના આ લુક્સને ટ્રાય કરી શકો છો.
જો તમે કોઈ પાર્ટીમાં આ પ્રકારના ધોતી સ્ટાઈલ ડ્રેસ પણ કેરી કરી શકો છો. જે તમારા લુકને ખૂબ જ ગ્લેમરસ બનાવે છે.
હાલના દિવસોમાં કો-ઓર્ડ સેટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. એવામાં પ્લસ સાઈઝ ગર્લ્સ આ પ્રકારના બ્રાલેટ સાથે કો-ઓર્ડ સેટ પણ પહેરી શકે છે.
વેડિંગ અથવા તહેવારની સિઝનને લઈને તમે મુંઝવણ અનુભવતા હોવ, તો સ્કર્ટની સાથે આ પ્રકારના લૉન્ગ હેવી વર્ક શ્રગથી સ્ટાઈલિશ લાગી શકો છો.
જો તમે પ્લસ સાઈઝના કારણે કેટલાક સારા ડ્રેસ નથી કેરી કરી શકતા, તો એક વખત તમારે આ પ્રકારનો રેપ ડ્રેસ જરૂર ટ્રાય કરવો જોઈએ.
ફેસ્ટિવ સિઝનમાં હુમા કુરૈશીનો આ ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પ્લસ સાઈઝ ગર્લ્સના લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.