હુમા કુરૈશી એક્ટિંગ કરતાં વધારે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેની ફેશન સેન્સ ખૂબ જ સારી છે.આજે અમે આપને હુમાના ક્લાસી આઉટફિટ લુક્સ દર્શાવીશુ, જેને વર્કિંગ વુમન ઑફિસ માટે કેરી કરી શકે છે.
હુમા બોડીકોન ગાઉનમાં સ્ટાઇલિશ લાગે છે. આ પ્રકારના ગાઉન તમે ઓફિસ પાર્ટી માટે પહેરી શકો છો.
બેજ કલરના બ્લેઝર અને વ્હાઇટ પેન્ટમાં હુમા ખૂબ જ ક્લાસી લાગે છે. આ લુકને તમે પણ ઓફિસમાં રીક્રિએટ બનાવી શકો છો, જે તમને સ્માર્ટ લુક આપશે.
સ્કર્ટ અને ડેનિમ બ્લેઝર પહેરીને હુમા ખૂબ જ સુંદર લાગે છે. તમે પણ આ પ્રકારના આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો.
ફેડેડ બ્લેઝર અને ડેનિમ જીન્સ પહેરીને હુમા કુલ લાગે છે. જો તમે પણ ઓફિસમાં તેના જેવા કુલ અને યુનિક દેખાવા માંગો છો, તો આ લુક રિક્રિએટ શકો છો.
મલ્ટી કલરના કો-ઓર્ડ સેટમાં હુમા ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ પ્રકારના આઉટફિટ્સ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે, તમે પણ તેને ટ્રાય કરી શકો છો.
ઇન્ડો વેસ્ટર્ન કો-ઓર્ડ સેટ પહેરીને હુમા ખૂબ જ એલિગેંટ લાગી રહી છે. આ પ્રકારના આઉટફિટ્સ આજકાલ ઝડપથી ફેશનમાં છે, તમે પણ તેને ટ્રાય કરી શકો છો.