શ્વેતા તિવારી એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે.
ઈસ્ટાગ્રામ પર તેના 57 લાખ ફોલોઅર્સ છે. તેના કોઈપણ ફોટો કે રિલ પર અનેક કોમેન્ટ અને લાઈક્સ આવે છે.
શ્વેતા એ અભિનેતા રાજા ચૌધરી પ્રથમ સાથે લગ્ન કર્યા હતા, જેમાંથી તેમને પુત્રી પલક તિવારી છે. ઘરેલું હિંસાના આરોપો બાદ બન્ને છૂટા પડ્યા હતા.
અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા, જેમાંથી તેમને પુત્ર રેયાંશ છે. આ લગ્ન પણ 2019માં છૂટાછેડા સાથે સમાપ્ત થયા.
શ્વેતા તેમની ફેશન સેન્સ અને ફિટનેસ માટે જાણીતી છે. 44 વર્ષની ઉંમરે પણ તેમનો ગ્લેમરસ અને યુવાન લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
તે પાતાના જીવનની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર આપતી હોય છે.
આમ તો દરેક સાડીમાં શ્વેતા તિવારી સુંદર લાગી રહી છે. પરંતુ તેના ચાહકો તેને અલગ અલગ લૂકમાં પસંદ કરે છે.